Beware of Duplicate and Fake website named “OJAS-Marugujarat” or “OJAS-Marugujarat Updates”. Always type .in after OJAS-Marugujarat
ગ્રામ પંચાયતોમાં મહેસૂલી તલાટીની ૩પ૩૩ નવી જગ્યાઓ ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી:- મહેસૂલ મંત્રીશ્રીની જાહેરાત 
➡️ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં સરળ અને સુવિધાપૂર્ણ મહેસૂલી સેવાઓ મળી રહે તેવા ઉદેશ્યથી રાજ્ય સરકારે મહેસૂલી તલાટી વર્ગ-૩ ની નવી ૩પ૩૩ જગ્યાઓ ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

 ➡️ મહેસૂલ મંત્રી શ્રી કૌશિકભાઇ પટેલે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યમાં પ્રવર્તમાન ૧૭ર૬પ ગ્રામ પંચાયતોમાં સુવિધાયુકત-સરળ મહેસૂલી સેવાઓ મળી રહે તે માટે બે ગ્રામ પંચાયત દીઠ એક મહેસૂલી તલાટીની જગ્યાઓની આવશ્યકતા છે. આ હેતુસર સમગ્રતયા ૭૧૩૩ મહેસૂલી તલાટીઓની જરૂરિયાત સામે હાલ ૩૬૦૦ મહેસૂલી તલાટીની આવી જગ્યાઓ ઉપલબ્ધ છે.

➡️ શરી કૌશિકભાઇ પટેલે કહ્યું કે, આ ૩૬૦૦ મહેસૂલી તલાટીઓ ઉપરાંત નવી ૩પ૩૩ જગ્યાઓ ઊભી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી રાજ્ય સરકારે આપતાં હવે બે ગામ દીઠ એક મહેસૂલી તલાટીની સેવાઓ આગામી સમયમાં ઉપલબ્ધ બનશે. 
ઓફિસિયલ પ્રેસનોટ માટે  વધુ માહિતી માટે 
અહીં ક્લિક કરો
ઓફિસિયલ પ્રેસનોટ માટે 
અહીં ક્લિક કરો