સવર્ણોને 10% અનામત

ગરીબ સવર્ણો માટે નોકરી અને શિક્ષણમાં 10 ટકા અનામત આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સોમવારના રોજ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને પાસ કરાયો.
કેબિનેટ મીટિંગમાં આર્થિક રીતે પછાત લોકો માટે 10 ટકા અનામત પર મ્હોર મારૂ દીધી છે. એવામાં અનામતનો ક્વોટા 49 ટકાથી 59 ટકા થઇ જશે.
સૂત્રોના મતે અનામતનો હાલનો ક્વોટા 49.5 ટકાથી વધીને 59.5 ટકા કરાશે. તેમાંથી 10 ટકા ક્વોટા આર્થિક રીતે પછાત લોકો માટે હશે. આપને જણાવી દઇએ કે લાંબા સમયથી આર્થિક રીતે પછાત સવર્ણો માટે અનામતની માંગણી કરાઇ રહી હતી.
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો જે લોકોના કુંટુંબની આવક વાર્ષિક 8 લાખ રૂપિયાથી ઓછી છે તેમને જ આ ફાયદો મળશે. જો કે હજુ સુધી તેની સત્તાવાર કોઇ પુષ્ટિ કરાઇ નથી.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયથી SC/ST એકટ પર મોદી સરકારના નિર્ણયથી સવર્ણ જાતિના લોકોની નારાજગી હતી.
કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાત સવર્ણો માટે 10 ટકા ક્વોટાના પ્રસ્તાવને પાસ કરી દીધો છે, પરંતુ તેને લાગૂ કરવો હજુ ખૂબ મુશ્કેલ છે. સરકારને તેના માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે. તેના માટે તેને સંસદમાં અન્ય દળોનું સમર્થન પણ મેળવવું પડશે.